મલ્લિકા.. એક પ્રેમકથા

(14.9k)
  • 3.2k
  • 1
  • 1.1k

રાજુ પોતાનાં ઘેટાં બકરાંને બુચકારતો બુચકારતો મોંમાં સિસોટી અને હાથમાં સોટી લઈને પોતાના ઘેટાં બકરાંની પાછળ પાછળ ચાલ્યો જતો હતો. અચાનક તેને કોઈ મીઠું મધુર મધુરું ગીત ગાતું હોય તેવો ભાસ થયો તેણે ચારેય બાજુ નજર કરી પરંતુ આખાય વન વગડામાં તેને પોતાના અને પોતાના ઘેટાં બકરાં સિવાય કોઈ દેખાયું નહીં. મીઠાં મધુરાં ગીતના તાનમાં આવીને તે પણ પોતાના હાથમાં રાખેલી સોટી બોચીમાં પાછળ ભરાવીને ડોલતો ડોલતો પોતાના ઘેટાં બકરાંને બુચકારતો બુચકારતો આગળ વધ્યે જતો હતો. આખોય વન વગડો પાર કરીને પેલે પાર તેની પોતાની હાથેથી બનાવેલી સુંદર ઝૂંપડી હતી. જેમાં તે પોતાની માં સાથે રહેતો હતો. રાજુએ ઘરે આવીને