વરસાદ અને વરસતી આંખો

  • 3.8k
  • 1.3k

આજે મીરાં ખૂબ ખુશ છે. વરસો રાહ જોઈ છે એણે કિશનની. ખબર હોવા છતાં કે એ આ શહેર છોડી ચૂક્યો છે પણ એના દિલની આશ કદી તૂટી ન હતી. અને આખરે આજે એ મળશે કિશનને, અને એ પણ એના જન્મ દિવસે. યાદ છે આજે પણ મીરાંને એ દિવસો, જ્યારે કિશનની એક ઝલક જોવા માટે એ બે બે કલાક ઓટલા પર બેસી રહેતી અને જ્યારે એ આવતો ત્યારે જાણે એને કિશન સિવાય બીજું કંઈ દેખાતું જ નહીં. આમ જ એને જોઈ ખુશ થતાં એણે સાત વર્ષ કાઢી નાખ્યા. કોઈ દિવસ હિંમત ન થઈ એની સાથે વાત કરવાની. સમજી પણ ન