મુક્તિ

  • 4.9k
  • 1.2k

મુક્તિ?સોસાયટીમાં અચાનક જ દોડધામ મચી ગઈ કે મિત્તલ ખોવાઈ ગઈ, મિત્તલ ખોવાઈ ગઈ છે. નાનાં મોટાં સૌ રમતાં રમતાં એક જ વાત કરતાં હતાં મિત્તલ મળતી નથી. અચાનક સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી મિત્તલ સાથે શું બન્યું એની કંઈ જ ખબર નથી બસ એ ખોવાઈ ગઈ છે એ સમાચાર આગની પેઠે આખી બસો મકાનની સોસાયટીમાં ફેલાઈ ગયાં ને લોકોના ટોળે ટોળા એના ઘરની બહાર જમા થઈ ગયાં. મિત્તલ ફ્કત 13વષઁની એક બાળકી હતી. જે થોડાં દિવસ પહેલાં જ ગામડેથી પોતાનાં મામાને ઘેર શહેરમાં રહેવાં અને ભણવાં આવી હતી. ખૂબ જ વાતોડી ને મળતાવડી હોવાથી દરેકની સાથે થોડાં જ સમયમાં ભળી ગઈ હતી.