શબ્દશક્તિ

  • 4.7k
  • 1
  • 1.5k

રાખજોઆકાશ આંબતા સપનાની ઉડાન ઉંચી રાખજો, ફસકી ન જવાય એ કાજ ધરા પર પગ રાખજો. સીધા સાદા રસ્તા નહિ મળે એટલું સમજી રાખજો, કંટક ભરી કેડીએ ચાલવાની હિંમત જરા રાખજો. મોહ માયા લોભથી જોજનો દૂર કદમ રાખજો, મુકામ પામવા ફક્ત ધ્યેય ભણી જ ધ્યાન રાખજો. અવરોધો દૂર કરી એકચિત્તે સતત ડગલાં વધતા રાખજો, મન વિચલિત કરતા વિચાર વમળને વશમાં જરા રાખજો. કંઈક છોડવું પડે તો છોડજો, બાકી..હારેલી બાજી ય; જીતમાં પલટાવવાનું હુન્નર હસ્તગત કરી રાખજો.??☘???☘???આજ મેં દીઠાંગુલાબથી 'ય સુંદર ખીલેલા મુખડાં આજ મેં દીઠાં, હા.. ! ધૂળે રમતા મીઠડા બાળકો આજ મેં દીઠાં. સારસ બેલડી ને'ય પછાડતી સુંદર જોડી આજ