અનંત સફરનાં સાથી - 27

(34)
  • 3.2k
  • 1
  • 1.6k

૨૭.તેની જ યાદો રાહીનાં ગયાં પછી મહાદેવભાઈ પણ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. ગૌરીબેન પણ તેમની પાછળ પાછળ આવ્યાં. આજે તેઓ દીકરી માટે પૂરાં લડી લેવાનાં મૂડમાં હતાં. તે જઈને મહાદેવભાઈ સામે ઉભાં રહી ગયાં. મહાદેવભાઈએ તેમની સામે જોયું. ગૌરીબેન જરાં પણ ઢીલાં પડ્યાં વગર મહાદેવભાઈ સામે જોઈ રહ્યાં. તેમની આંખોમાં આજે મમતાની સાથે એક હિંમત પણ મહાદેવભાઈને નજર આવી. "રાહીની બાબતે તમારે પણ કંઈ કહેવું હોય તો કહી દો." લગ્ન જીવનનાં ત્રીસ વર્ષ એક સાથે વિતાવ્યાં પછી ગૌરીબેન ક્યાં સમયે ક્યાં ટોપિક પર ચર્ચા કરવા માંગતા હશે? એ મહાદેવભાઈ આજે પણ જાણી ગયાં. "આ બધું તમે શું આદર્યું છે?" ગૌરીબેને