અનંત સફરનાં સાથી - 26

(34)
  • 3.5k
  • 3
  • 1.7k

૨૬.એક તું જ સહારો રાહીએ સુવાની કોશિશ કરી. પણ ઉંઘ નાં આવી. રાધિકા મોડી રાત્રે રાહી સુતી કે નહીં, એ જોઈ ગઈ. ત્યારે રાહીએ પોતે સૂઈ ગઈ છે. એવું નાટક કરી લીધું. જ્યારે રાહી રડીને જાગતી પોતાનાં આંસુઓથી ઓશિકું ભીંજવી રહી હતી. દુનિયાની એક હકીકત એ પણ છે. જેવું વિચારીએ એવું કદી થતું નથી. જે દરેક વ્યક્તિએ સ્વીકારવું પડે છે. સવારે આર્યન રાહી માટે નાસ્તો લઈને તેનાં રૂમમાં જ આવી પહોંચ્યો. રાહી રાત્રે સૂતી જ ન હતી. એ વહેલી જ તૈયાર થઈને પોતાનાં રૂમની વિંડો પાસે બેસી ગઈ હતી. બહાર ઉડતાં પક્ષીઓને જોઈ રહી હતી. "હેય, ચલ નાસ્તો કરી લે‌."