૧૮ રતન તેની સામે જ નીરજને બીજી સ્ત્રી સાથે જોઈને દુઃખી થઇ ગઈ અને ત્યાંથી ભાગી ગઈ, નીરજએ અચાનક તેના દિલની વાત કહી દીધી તેથી શિવાનીને આઘાત લાગ્યો હતો. ભાનમાં આવતાંજ તેણીએ નીરજને ધક્કો માર્યો,"શિવાની નામ છે મારું, ખબરદાર જો ફરી ક્યારેય મને શિવી કહીને બોલાવી છે તો. અને પ્રેમની પાછળ છુપાયેલી તારી વાસનાને હું બરોબર સમજી ગઈ છું નીરજ એટલે પ્રેમનું નાટક મારા આગળ તો કરતો જ નઈ." "તું બધું સમજી જ ગઈ છે તો સારુ, મને તું ગમે છે એ વાત ખોટી નથી શિવાની પણ મને રતન પણ ગમે જ છે." નીરજએ શાંતિથી કહ્યું. "છી...... શું બોલે છે