અવિસ્મરણીય ભેટ

(13)
  • 1.6k
  • 666

" અવિસ્મરણીય ભેટ "આજે યતીન ખૂબજ ઉદાસ હતો. જેની ફી બાકી હોય તેનું દરરોજ ક્લાસમાં નામ બોલાતું તેમ તેનું પણ નામ બોલાતું પણ આજે તો હદ થઈ ગઈ હતી પ્રિન્સીપાલ સાહેબે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો અને ફી નહિ ભરવા બાબતે ખખડાવ્યો હતો તેમજ " ફી ભરવાની તાકાત ન હોય તો આવી સારી સ્કુલમાં ન ભણાય, સરકારી શાળામાં એડમિશન લઈ લે અને અહીંથી સર્ટીફીકેટ લઈ જા " એમ કહી બરાબર ધમકાવ્યો હતો. યતીન ધો. 9 માં ભણતો હતો. પ્રિન્સીપાલ સાહેબની આ વાતથી તે ધ્રુજી ઉઠ્યો તેમજ પોતાના ક્લાસમાં આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એટલામાં ક્લાસમાં આર્જવસરનો પીરીયડ હતો તેમણે