મારી ઓળખ

  • 2.8k
  • 618

પેન્સીલને કાગળ પર મુકવાની સાથે મેઘાના મોઢે સ્મિત છવાઈ ગયું, અને પાંચ મિનિટ પહેલાંની ઉદાસી અને નિરાશા ઉડી ગઈ, જાણે ક્યારેય ઉદાસ હતી જ નહીં. સ્કેચિંગ તેનું સ્ટ્રેસ બસ્ટર હતું અને તેને હંમેશાં એમાં સાંત્વના મળતી હતી. પણ આ સુખ એક ક્ષણ માટે જ હતું. એના પપ્પાએ રૂમમાં ડોકિયું કરી, અંદર આવતા બોલ્યા,"મેઘા, આ શું કરી રહી છે? કોલેજના અસાઈનમેન્ટ્સ પુરા થઈ ગયા?"મેઘાએ પોતાની ડ્રોઈંગ બુક બંધ કરી અને માથું હલાવતા ધીમેથી કહ્યું,"ના, બાકી છે."એના પપ્પા, ડૉક્ટર મોહિત માથુરનો પારો ચડ્યો અને એમણે મેઘાને ઠપકો આપ્યો,"મેઘા એમ.બી.બી.એસ નું ભણતર કાંઈ મજાક નથી. કડી મહેનત કર્યા વગર પાસ નહીં થઇશ.""પપ્પા, બસ