લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-10 કોલેજનું બીજું વર્ષ….. “આરવ....! પ્લીઝ સ્ટોપ....!” ઝીલ રડતાં-રડતાં બરાડી ઉઠી. સ્કૂલે આવીને આરવ ઝીલની છેડતી કરનાર યતીન નામનાં છોકરાં ઉપર રીતસરનો તૂટી પડ્યો હતો. હાથમાં દંડો લઈને સીધાંજ આરવ પહેલાં કમ્પાઉન્ડમાં ઊભેલી ઝીલ અને તેણીની બહેનપણી જોડે ગયો અને તેણીએ સ્કૂલના સાઈકલ સ્ટેન્ડ પાસે તેનાં ફ્રેન્ડ્સની જોડે ઉભેલાં યતીન તરફ આંગળી ચીંધીને તેને બતાવ્યો હતો. કોઈ હજીતો કશું પણ વિચારે એ પહેલાંજ આરવ યતીન તરફ ધસી ગયો અને ઊંધું ફરીને ઉભેલાં યતીનનાં પછવાડે જોરથી દંડો ફટકારી દીધો. યતીનની જોડે ઉભેલાં તેનાં મિત્રો ડરીને ભાગી ગયાં. આવેશમાં આવી જઈને આરવે જોકે દંડો મારીને યતીનનું માથું ફોડી નાંખતાં