પ્રકરણ- તેત્રીસમું/૩૩લંચ પછી બેડરૂમમાં, બેડ પર આરામ ફરમાવી રહેલા મિલિન્દે, વૃંદાને તૈયાર થતાં જોઇને પૂછ્યું, ‘કશે બહાર જાય છે ? ‘‘જી, એક ખુફિયા મિશન પર.’ હસતાં હસતાં આઇનામાં જોઈ બિંદી લગાવતાં દેવલે જવાબ આપ્યો.‘ખુફિયા મિશન ?’ કૌતુકભરી નજરે દેવલ સામે જોતાં મિલિન્દે પૂછ્યું.‘બસ કંઇક એવું જ છે, હમણાં બે કલાકમાં આવીને બધું શાંતિથી સમજાવું છું.’સોફા પરથી પર્સ ઉઠાવી, સાડીનો પલ્લું ઠીક કરતાં દેવલ બોલી.‘અચ્છા, સંભાળીને ડ્રાઈવ કરજે.’ મિલિન્દ બોલ્યો.‘પણ, હું ટેક્ષી કરીને જાઉં છું મિલિન્દ, ડોન્ટ વરી. અને શક્ય એટલી જલ્દી આવવાની કોશિષ કરું છું. ચલ બાય.’ કહી સસ્મિત દેવલ હાથના ઈશારે આવજોનું સંકેત આપતાં નીકળી ગઈ.મિલિન્દને શત્ત પ્રતિશત ખાતરી હતી કે, આ