રુબીનો હીરો

  • 2.9k
  • 1
  • 1.1k

રુબીનો હીરોરુબી અને પિંકલ ના લગ્નને દસ વર્ષ ઉપર થઈ જવા છતાં કોઈ સંતાન ન હતું એટલે જ તેઓ ફર્ટિલિટી સારવાર લઈને પાછા ફરી રહ્યા હતા. પિંકલ તેની બ્રાન્ડન્યુ મર્સિડીઝ ટ્રાફિકમાં સાવધાની પૂર્વક કાર ચલાવી રહ્યો હતો ત્યારે રુબી વિચારોમાં ખોવાઈ ગઈ અને તેનું લગ્નજીવન આંખો સામે તરી રહ્યું.પિંકલ એક કામયાબ બિઝનેસ મેન હતો ને કરોડોની સંપત્તિનો માલીક પણ. એવું ન હતું કે બિઝનેસમાં વ્યસ્ત હોવાને લીધે એ રુબીને સમય નહતો આપી શકતો, તે તો રુબીનું ખૂબ ધ્યાન રાખતો અને રુબીએ ધાર્યું હોય એથી વધુ સમય અને ભેટ આપતો. હજી બે મહિના પહેલાજ રુબી માટે ખાસ રુબી જડેલો નેકલેસ લઈ