રેડ અમદાવાદ - 16

(16)
  • 3.3k
  • 1
  • 1.5k

૨૦૨૦, જાન્યુઆરી ૧૩, સવારના ૧૦:૩૦ કલાકે, પોલીસ સ્ટેશનમાં ‘કોઇ જાણ નથી.’, મેઘાવીએ સોનલના ટેબલ પર તે દિવસનું છાપું મૂક્યું. આગળના દિવસે સાબરમતીમાં ખાબકેલ તે વ્યક્તિ, જેનો ના તો ચહેરો જોવા મળ્યો હતો, ના તો તેને પકડી શક્યા હતા. સોનલની ટુકડી હાથમાં આવેલ તક ગુમાવી ચૂકી હતી. સોનલનું નિશાન ધારેલ પરિણામ મેળવી ચૂક્યું નહોતું. તરવૈયાઓને પણ કોઇ સફળતા મળી નહોતી. તે વ્યક્તિને લગતી કોઇ જાણકારી મેળવી શકવામાં અસમર્થ હતા અને તે જ વાત મેઘાવી સવાર સવારમાં સોનલને જણાવી. ‘તો શું આપણે તેને પકડી નહી શકીએ?’, વિશાલ કોમ્પ્યુટર પાસે બેસીને આગળના દિનના ડ્રોન દ્વારા કેદ કરેલ રેકોર્ડીંગ જોઇ રહેલો.