આજે મકરસંક્રાંતિ હતી. આકાશે રંગબેરંગી પતંગ આમ તેમ ઉડી રહી હતી. પંખીઓને તો આજે ઉપવાસ હોય એવું લાગતું હતું તો જે જે બહાર નીકળ્યા એમનો છેલ્લો દિવસ હતો! નાના-મોટા સૌ પતંગ ઉડાડવા માટે અગાસી પર ચડી ગયા હતા. કોઈનો પતંગ કપાતા તો કોઈનો પતંગ કાપી લોકો ચિચિયારીઓ નાખતા હતા. આકાશે તો પતંગોનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. થોડીવારમાં રાધિકા પણ અગાસી પર આવીને આમતેમ જોવે છે. રાધિકા મકરસંક્રાંતિના હળવા પવનનો અહેસાસ કરતી હતી. થોડીવાર રાધિકા અગાસી પર આમતેમ આંટા મારે છે તો એટલામાં અગાસી પર એક કપાયેલી પતંગ