લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-9 કોલેજનું બીજું વર્ષ….. “વ્રૂમ....વ્રૂમ....!” લાવણ્યાની સોસાયટીના ગેટ આગળ આરવે બાઈક ઊભું રાખ્યું. ફૂડ ટ્રક પાર્કમાંથી સિંગિંગ પછી બંને થોડું ફર્યા અને પછી છેવટે આરવ લાવણ્યાને ઉતારવા આવ્યો. બાઈક ઉપરથી ઉતરીને લાવણ્યા આરવ સામે આવીને ઊભી રહી. “થેન્ક યુ....!” આરવે ભાવુક સ્વરમાં કહ્યું. “આરવ....! આમાં થેન્ક યુ જેવુ શું હતું...!?” લાવણ્યા સ્વાભાવિક સ્વરમાં બોલી. “સિંગિંગને લઈને હું બવ ઈમોશનલ છું...!” આરવ એવાંજ ભાવુક સ્વરમાં બોલ્યો “મને મારાં પપ્પાએ પણ સપોર્ટ નઈ કર્યો...!” “તારી જેમ મને પણ સિંગિંગ બવ ગમે છે....!” લાવણ્યા બોલી. “તો પછી તમે કેમ ગાતાં નઈ...!?” આરવે પૂછ્યું. “સાચું કવ...!?” લાવણ્યા આંખ જીણી કરીને બોલી “તું