પાંચ વર્ષ પહેલાં છૂટા પડી ગયેલા પ્રેમી સિધ્ધાર્થ અને તારા પાંચ વર્ષ પછી અનાયાસે મળી ગયા અને આ પાંચ વર્ષના લેખાજોખા કરવા બન્ને મળવાના છે.ચાલો વાંચીએ એમની મુલાકાત વિશે. તારાને ઓફિસથી પાછા આવતા ૭ વાગી ગયા હોય છે. અર્જુન ઓફિસથી સીધો બ્રોકર સાથે ફ્લેટ જોવા ગયો જેથી મમ્મીને બને એટલા જલ્દી બોલાવી શકે. તારા ઘરે પહોંચીને સિતારા અને પોતાના માતા-પિતા સાથે વાત કરે છે. તારા નંદાબેનને સિધ્ધાર્થ સાથેની આજની મુલાકાત વિશે કહે છે. નંદાબહેન તારાને ટોકતા કહે છે કે તું એને મળવા જરૂર જા, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે, તું જે દર્દ સહન કરી ચૂકી છે, એને ફરીથી તારી