ઉડતો પહાડ ભાગ 6 હોનારતોનો આરંભ આજની ઘટનાઓથી વ્યથિત, મુખ્ય અગ્રણી ગ્રામજનોએ સમસ્ત ગામલોકોને ન્યાય કિનારા પર એકત્રિત થવાનું કહ્યું. શિવીકા નદીના કિનારા પર એક જગ્યા ન્યાય પાલિકા તરીકે નિર્ધારિત કરેલી હોય છે. ગામ માં ક્યારે પણ અઘટિત ઘટના બને એટલે દરેક લોકો ત્યાં ભેગા થાય અને ન્યાય કરે. આજની ઘટના અત્યંત ગંભીર છે. જે આજસુધી સિંહાલય ની ધરતી પર નથી બની તેવી બીના આજ બનવા પામી છે. ક્રિધિત, દુઃખી તેમજ ખુબ ભયભીત દેખાતા લોકો ન્યાય સ્થળ પર ભેગા થઈ અને હવે રેબાકુ, હોયો, સિહા, ઝોગા અને મોમોને શું સજા આપવી તેની ચર્ચા વિચારણા કરવાનું શરુ કરે છે. કોઈએ