પ્રેમ નો અમૂલ્ય અવાજ - 2

  • 4.4k
  • 1.4k

" वो बचपन था थोड़ा बहुत ही बचपना था ।वो कोनशा इश्क़ करनेका माहोल था ॥जब मिले उनसे माहोल-ए-महेफ़िलमें ।वो जज़्बात उनका भी क्या कम था ॥ "સમય એવું ચક્ર ચલાવતુંજ હોય જેમાં બને ની યાદ ભુલાઈ ના જાય પણ એ મોકો આપણે વધાવી લેવો કે જતો કરવો એ આપણા પરહોય છે, બધી આશા કુદરત પર મુકીયે તો એ આપણા નિર્બળતા ની નિશાની છે પણ કુદરત મોકો આપે ને આપણે એની તયારીમાંઆપણેય સાથ આપીને સમય સાચવી લઈએ તો કુદરત પણ આપણને સાથ આપવામાં કચાશ ના રાખે, જિંક્લ ને વિરલ ના ગામમાંપ્રસંગો પાત જવાનું થતું ક્યારેક જોઈ શકે વિરલને ક્યારેક નાય જોવા મળે પણ મનમાં ખાસ ભાવ પેદા ના થાય એની સમજણશક્તિપ્રમાણે,'હતી નાદાની પ્રેમ ના અમૂલ્ય અવાજ માં,ત્યારેજ તો પ્રકૃતિ ને થોડી વાચા ફૂટી જાય.'સમય ને સાચવીયે એટલે સમય આપણા કામ અને આપણી સાથેના નવા સંબંધો ના તાંતણા બાંધીજ રાખે બસ ભરોસો એક વિશંભરપર રાખીયે એટલે આગળના રસ્તા આપોઆપ ખુલવા લાગે, અને ભરોસાની પણ ઉપરવાળો પરીક્ષા લેતો હોયજ છે, પ્રેમ ભલે પેલીનજરે થઇ જાય કે પ્રેમની સમજણ વગર ગમવા લાગે પણ એ સાર્થક ત્યારેજ કેવાય કે વર્ષો બાદ પણ ભેગા થઈએ તો એજ ભાવ એનામાટેજ ઉભરાય નાકે બીજામાટે ઉભરાઈ ગયો હોય, આ બંનેના જીવન માં એવીજ પરીક્ષા નો માહોલ હતો એટલેજ એની પરીક્ષા કુદરતએને સમજાવ્યા વગર,કીધા વગર જ લેતો હોય એવો આભાષ થાય, બને ને વર્ષો બાદ એવા સમયે ભેગા કર્યા કે બને પ્રેમ,લાગણી,કેમિત્રતા ને ભલિભાતી જાણતા થઇ ગયા હોય,સ્વાભાવિક છે કોલેજ સમય એટલે મિત્ર અને પ્રેમ બને મળવા પાત્ર હોય પણ, એમાં સાચો પ્રેમ જૂજ ને મળતો હોય, ક્યારેક પ્રેમ સાચો હોય ત્યારે સમય ખોટો હોય,ક્યારેક સમય સાચો હોય પણ પ્રેમ ખોટો હોય.જિંક્લ અને વિરલ બને કોલેજ ની જિંદગી માં પ્રવેશ કરી લીધો હતો, પણ જે સાચી ભાવના જેની સાથે થઇ હોય એ ભાવના મક્કમ મન માંરહેતી હોય ભલે એ યાદ ના હોય પણ એવી ભાવના બીજા માટે ના થતી હોય એટલે એ જિંદગી ની પરીક્ષા માં પાસ થઇ ગયા કેવાય, ત્યારેજ કુદરત એને એના હૈયાની લાગણીના તાંતણાને વધારે ગૂંથવાનો મોકો આપતી હોય,શુભ સમયે મોકા મળે એટલે ભગવાન એનાપર વિશ્વાસ કરતા હોય તોજ સમય અને પ્રેમ સાચા એક સાથેજ થઇ શકે, ભગવાન ના ધરાવતારણ ની રજાઓ માંજ જિંક્લ અને વિરલ નેમળવાનો મોકો આપ્યો, અને એ મોકા માંજ બને ને એકબીજા પ્રત્યે પ્રેમ ના અંકુર ફૂટવા લાગ્યા, પણ ત્યારે એવા કઈ સંસાધનો કે સગવડના અભાવમાં બને એકબીજાની સાથે પરસ્પર વાર્તાલાપ કે સંપર્ક કરવાના બહાના ના બનાવી શકતા બસ માનનાં ચિત્ર માં રંગો પુરાવાલાગ્યા હતા, ચિત્ર નો રંગ ક્ષણિક સમય માં પુરાઈ જાય પણ જીવન ના રંગો પૂરતા જીવન ના વર્ષો વીતી જાય. વિરલ ને જિંક્લ નો પર્પલકલર નો ડ્રેશ ને માથે ચોટલો વાળ્યો એ વધારે મનમાં ઉતરી ગયું બે દિવસ સાથે રહ્યા હતા પણ એક બીજાને પૂછવાની હિમ્મત કોઈએ નાકરી, અને જોડે હોય ત્યારે સ્મરણ વધારે થાય સમય જતા સ્મરણ ઓછું થતું જાય પણ લાગણી ટુટી નોતી એકબીજાની,વિરલ મલેશિયા જોબ કરવા ગ્યોતો પાછા આવતા એ ચોકલેટ લઈને આવ્યોતો એ વિરલે એના જીજાજી ને આપેલી અને એના જીજાજીજિંક્લ ના ઘરે થઇ ને ગામડે એમના ઘરે જવાના હતા એવો કુદરતે સંયોગ જિંક્લ માટે બનાવ્યો, સ્મરણ ને તાજા કરવા અને એ ચોકલેટજિંક્લ ને આપી ને કીધું કે વિરલ મલેશિયાથી આવી ગયો એ લેતો આવ્યો છે, જેના નામે એ લખ્યું હશે એ એને પહોંચાડવા કુદરતેમાધ્યમ પણ સારું બનાવી આપ્યું ને પ્રેમ નો તાંતણો ન તૂટે એમાં ભગવાન સહાય કરે ને સમય આપે પણ એને ગાંઠ બાંધવી એ એમના પરહોય છે જે એવીજ રીતે બને એકબીજાને જુદા રઈને પણ ગાંઠ બાંધી રાખતા પણ સમય પ્રમાણે રઈને યાદો માં ઓળઘોળ ના રહેતા એકબીજાની.ક્રમશઃ....