સુંદરી - પ્રકરણ ૯૯

(141)
  • 5.2k
  • 6
  • 2.6k

નવાણું “વરુણ તમે અત્યારે બધાને યાદ કર્યા, સોનલને, કૃણાલને અને એમ પણ કહ્યું કે આ ક્લાસ સાથે, આ ખાસ ક્લાસરૂમ સાથે તમારી અસંખ્ય યાદો જોડાયેલી છે.” ક્લાસરૂમના બારણાને સ્ટોપર માર્યા બાદ સુંદરી વરુણ સામે ઉભી રહી અને બોલી. “હા, ઓફકોર્સ અને આ ક્લાસરૂમનું મારા માટે ખૂબ મહત્ત્વ છે. મારી લાઈફ અહીંથી હવે ગમે ત્યાં જશે પણ આ ક્લાસરૂમ હું ક્યારેય નહીં ભૂલું.” વરુણે ક્લાસરૂમની ચારેય તરફ નજર ફેરવી રહ્યો હતો. “સોનલ, કૃણાલ, ક્લાસરૂમ આ બધાનું તમારા જીવનમાં મહત્ત્વ છે, પણ મારું? આ ક્લાસરૂમ અને તમારી સાથે હું કોઇપણ રીતે નથી જોડાઈ વરુણ?” સુંદરીની આંખો હવે વરુણને કરેલા પ્રશ્નનો જવાબ