સુંદરી - પ્રકરણ ૯૮

(111.3k)
  • 6.8k
  • 7
  • 3.3k

અઠાણું કડક સાડીમાં સજ્જ સુંદરીએ વરુણના સન્માન સમારોહનું સંચાલન શરુ કર્યું. શરૂઆતમાં તેણે ડી.એલ. કોલેજ ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓનો આભાર માન્યો, પછી હાજર તમામ પ્રોફેસર્સનો પ્રિન્સીપાલનો અને વરુણ તેમજ તેના પરિવારનો આભાર માન્યો. ત્યારબાદ જેમ આ પ્રકારના સમારંભોમાં થતું હોય છે એમ, એક પછી એક વક્તાઓ આવ્યા અને એમણે વરુણ વિષે અને વરુણની સફળતાના પાયામાં આ કોલેજનો કેટલો મોટો ફાળો છે એ સમજાવવાની કોશિશ કરી. છેવટે પ્રિન્સીપાલના સંબોધન બાદ વરુણને હાર પહેરાવવામાં આવ્યો, મોમેન્ટો આપવામાં આવ્યો અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો. આ બધું પત્યા પછી પ્રોફેસર શિંગાળાને માઈક સોંપવામાં આવ્યું. તેમણે વરુણના કોલેજ ટીમ કેપ્ટન તરીકેના સંસ્મરણો વાગોળ્યા