Happy Birthday

  • 2.7k
  • 654

આદર્શ પુસ્તકાલય ને આજે કોઈ નો ઇંતજાર હતો. પ્રાચીન સમય ની ઝાંખી બતાવતી, પુસ્તકોથી સંઘારેલી, બાકડા અને બેઠક થી શોભતી પુસ્તકાલય આજે ઉદાસ હતી. પોતાના જન્મદિવસે શુભેચ્છાઓ ની આશા થી ભરેલી તે દરવાજે કોઈ ના આવવાની રાહ માં હતી. પણ દૂર સુધી કોઈ દેખાયું ન હતું. સાંજ થવા આવી હતી છતાં કોઈ આજે આવ્યું ન હતું. સવારથી હર્ષ અને ઉલ્લાસ ની રાહ માં તેણે પોતાની પલખો બિછાવી હતી. ખબર નહિ આજે ન તો કિરણ આવી કે ન બંસી વળી રાજ અને મયંક કાકા પણ નથી દેખાયા.અને મંગુ કાકી તો કેટલાય દિવસ થી ડોકાયા નથી. તેઓ શું