મન : સંબંધ મિત્રતા નો - 81

  • 3.6k
  • 2
  • 1.2k

નિયા ની સગાઈ ને હજી દસ દિવસ ની વાર હતી. લગભગ શોપિંગ બધી થઈ ગઈ હતી બધા ને ઇન્વિટેશન પણ અપાઈ ગયું હતું. નિયા કરતા પ્રિયંકા બેન વધારે ખુશ હતા અને એમને ખુશ જોઈ ને નિયા પણ ખુશ હતી. ભાવિન સગાઈ ના એક દિવસ પહેલા જ સુરત આવવાનો હતો એટલે હવે નિયા અને ભાવિન સગાઈ પહેલા મળી શકવાના નઈ હતાં. આજે રવિવાર ની રજા હતી. નિયા દર રવિવાર ની જેમ મોડી ઊઠી હતી. અને બપોરે જમી ને ટીવી જોવા બેઠી હતી ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું, " નિયા કેમ હજી નાહી નથી ? તારે જવાનું નથી " " ક્યાં ?"