એક નવી શરૂઆત...

(16)
  • 4.9k
  • 1.9k

ઘરમાં આજે કંઈક વધારે જ ચહલ-પહલ હતી. વાત એમ હતી કે આજે રુહીને જોવા માટે છોકરાવાળા આવવાનાં હતા. દીકરીવાળું ઘર એટલે કેટલી તૈયારીઓ હોય ! હું પણ સવારથી જ રસોડામાં હતી. નાસ્તો અને જમવાનું બનાવી હજી નેપકીનથી હાથ લૂછી રહી હતી કે મમ્મી આવ્યા અને બોલ્યા, “ખુશી, બેટા કામ પતી ગયું તારું ?”“હા મમ્મી, બસ બધું થઈ જ ગયું છે, રુહી તૈયાર થઈ ?” મેં કહ્યું.“હું તને એ જ કહેવા આવી હતી કે જરા રુહીને જોઈ લેને અને એને તૈયાર કરી પછી અખિલ ઉઠ્યો કે નહીં એ પણ જરા જોઈ લેજે. વળી પાછો એ કલાક કરશે !”“સારું મમ્મી હું હમણાં