વેધ ભરમ - 48

(233)
  • 9.3k
  • 10
  • 5k

વિકાસ બીજી સીડી પરથી ઉતરીને તેનો પીછો કરતા માણસની નજીક પહોંચ્યો. પેલા માણસનું ધ્યાન આગળ તરફ હતુ એટલે તેને વિકાસ નજીક આવી ગયો છે તેની તેને ખબર નહોતી. વિકાસે નજીકથી તે માણસનું અવલોકન કર્યુ. આ માણસને તેણે જિંદગીમાં ક્યારેય જોયો નહોતો. તેણે તેના ચહેરાથી શરુ કરી તેના કપડાનું અવલોકન કર્યુ. પણ જેવુ વિકાસનું ધ્યાન તેના સુઝ પર ગયુ એ સાથે જ તેના રોમ રોમમાં આગ લાગી ગઇ અને તેનુ શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યુ. આ એ જ સુઝ હતા જે તેણે ત્રણ વષ સુધી જોયા હતા. તેને જ્યાં પુરી રાખવામાં આવ્યો હતો ત્યાં તેને જમવાનુ આપવાવાળા વ્યક્તિના સુઝ આવા જ હતા.