ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 12 (કોલ્ડ વોર)

(14)
  • 3.1k
  • 2
  • 1.4k

વનરાજે પાંડે ને ફોન લગાવ્યો. ' હેલ્લો...પાંડે ક્યારે આવ્યો ? ' પાંડે : બસ...થોડા મહિના પહેલાં જ... ' મારા સરસપુરવાળા ઘરે આવીજા કામ છે...' વનરાજ સરસપુર પોતાના ત્રણ માળના મકાનમાં પાંડે ની રાહ જોઈને બેઠો હતો. ત્યાં જ દરવાજાનો બેલ વાગ્યો. વનરાજે દરવાજો ખોલ્યો અને પાંડે અંદર આવ્યો. વનરાજ : ક્યાં રહે છે હાલ? પાંડે : છે ... એક જગ્યા એક રૂમ રસોડું ' મારા માટે કામ કરીશ? ' પાંડે : જરૂર...હું તો ક્યારનો કામે લાગવા તૈયાર હતો. ' મારી દેશી તેમજ કંપનીની શરાબ અલગ અલગ શહેરોમાં જાય છે... ટોલ ટેક્ષ તેમજ ચેક પોસ્ટ પાર કરાવવા મેં થોડાક પોલીસવાળા ફોડી