ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 7 (દુશ્મનનો ઉદય)

(15)
  • 3.6k
  • 2
  • 1.5k

જાવેદને હોસ્પિટલમાંથી પોલીસ પકડીને લઈ ગઈ અને તેને થોડા દિવસ પોલીસ સ્ટેશનના લૉક અપમાં રાખાયો. બીજ દિવસથી સૈન્યને આદેશ આપી શહેરમાં પેટ્રોલિંગ નું કામ સોંપાયું. તેમ છતાં સૈન્યની હાજરીમાં પણ હિંસાઓ થઈ. 18 માર્ચના બંધના એલાનમાં જે હિંસાઓ થઈ તેને જોતા દેશના વડાપ્રધાન શહેરની મુલાકાતે આવ્યા હતા. તેમ છતાં તે દિવસે પણ તોફાનો ચાલુ રહ્યા. ******************** એપ્રિલ 1985, બહિષ્કાર અને રેલીઓ થતી રહી; ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક હજાર લોકોએ રેલી કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. 16 અને 23 એપ્રિલ વચ્ચેના અઠવાડિયાને અનુગામી તપાસ પંચે 1985 ની હિંસાના "ઘેરા ગાળા" તરીકે વર્ણવ્યું હતું. 16 એપ્રિલના રોજ અનામત વિરોધી વિદ્યાર્થી