છન્નુ ત્યાંજ શ્યામલનો ફોન રણક્યો અને એણે ખિસ્સામાંથી ફોન કાઢીને જોયું તો સુંદરીનો કોલ હતો એટલે તેણે કોલ રિસીવ કર્યો અને ઈશાનીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો એટલે ઈશાની શાંત થઇ. “હા બોલ સુના... હમમ... હમમ... અત્યારે? હા પણ... ના ખાસ કોઈ નથી પણ... ઠીક છે હું આવું છું. દસ મિનીટ રાહ જો મારી... હા... આવ્યો!” આટલું કહીને શ્યામલે કૉલ કટ કર્યો. “હા તો હું કહેતી હતી કે મારો ભાઈ...” ઈશાનીએ ફરીથી વાત શરુ કરી પરંતુ... “સોરી... આપણે તમારા ભાઈની વાત પછી ક્યારેક કરીશું. મારે અત્યારે થોડું અરજન્ટ જવાનું છે.” શ્યામલે ઇશાનીને વચ્ચે જ રોકી. “કશો વાંધો નહીં, તમે જઈ