ધારાવાહિક:- મારા કાવ્યો રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની સંગીતનાં સૂર રેલાય છે મધુર સૂર જ્યારે છેડાય છે સંગીતનાં તાલ, સંભળાય છે કાનોને એક ખૂબ જ મધુર સંગીત!!! ડોલે છે મસ્તક અને ઝુમે છે હૈયું, સાંભળીને એ સંગીતનાં સૂર! વધે છે છોડ લતાઓ સાંભળીને સંગીતનાં મધુર સૂર, ઝુમે છે ડાળીઓ સાંભળીને આ મધુર સૂર!!! થાય છે આનંદિત આ પશુ પક્ષીઓ સાંભળીને સંગીતનાં સૂર, ભલે કહેવાતા મૂંગા જીવ પણ સમજે છે સંગીત અને પ્રેમની ભાષા! સંભળાતો હતો મધુર સ્વર પ્રાણીઓનાં અવાજનો અને પક્ષીઓનાં કલરવનો, ગૂંજી ઊઠતી વનરાજી જ્યારે પડતી આહલાદક સવાર! ઝૂમી ઉઠતાં વૃક્ષો અને વેલીઓ, સાંભળતાં જ્યારે પક્ષીઓનો મધુર કલરવ!!! આવતાં