પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૯જશવંતભાઇ અને જાગતીબેન નાગદાને ત્યાં જઇને આવ્યાં અને કહ્યું કે ત્યાં એમની પુત્રી નહીં પરંતુ બીજી કોઇ છોકરી છે. એમની એ વાત જામગીર, ચિલ્વા ભગત અને રિલોકના માનવામાં આવતી ન હતી. ત્રણેય જણે જશવંતભાઇ પાસેની તસવીર જોઇ હતી. એમાં સ્વાલાનો ચહેરો અદ્દલ નાગદા જેવો જ હતો. જયનાના પ્રેતની આ કોઇ ચાલાકી લાગે છે.જશવંતભાઇ કહે:"તમારામાંથી કોઇ એક જણે અમારી સાથે આવવાની જરૂર હતી...તમને પણ ખાતરી થઇ ગઇ હોત કે ત્યાં સ્વાલા નથી. તમારા બધાંની કોઇ ગેરસમજ થતી લાગે છે. સ્વાલાને તમે કદાચ એકાદ વખત જોઇ હશે અને એ ત્યાંથી નીકળી ગઇ હશે. એવું પણ બની શકે કે