કોશિશ

  • 2.4k
  • 1
  • 874

પ્રેરણાત્મક કવિતા - 1મમ્મી કહેતી હતી મારા આગમન ટાણે, આંખોમાં આંસુ અને મોઢા પર મુસ્કાન સાથે, દોડી ગયા પપ્પા, લાંબી ફલાંગે, મીઠાઈની એક દુકાન પાસે પ્રથમવાર જ્યારે તેડ્યો મને, મારામાં ખોવાઈ ગયા, ખર્ચ ટેન્શનને થાક-ઊજાગરા, પળવારમાં ભુલાઈ ગયા મમ્મી-પપ્પાની વચ્ચે સુવડાવી, જ્યારે ગાલ મારો ચુમતા,ઈશારાથી મને બતાવતા, છત પર લાગેલ ચાંદ-તારા ઝુમતા આંગળી પકડી શીખવ્યુ મને, પા પા પગલી ચાલતાં ત્યારે મને અહેસાસ થયો આ છે માતા-પિતાની વ્હાલતા સ્કૂલે મુકવા, લેવા આવતા ને ઘરે એકડો ઘૂંટાવતા, ભૂલી જતા ત્યારે બધુંજ, જે પ્રશ્નો હોય મૂંઝાવતા આખા દિવસના ઓફિસના કામ- તણાવમાં, સ્વયંને પણ એ ભૂલતા ઓફિસ છૂટતા, ઢગલો રમકડા નીકળતા, ઓફિસ બેગ ખુલતા પ્રસંગ આવે, જૂતા-કપડા પહેલા મારા આવતા સાથે દોડીને શીખવ્યુ મને, સાયકલ ચલાવતા હોંશે હોંશે ને વારંવાર, મેળો, પીક્ચર ને હોટલમાં, મને