મનની શાંતિ..

  • 6.4k
  • 2
  • 1.7k

રાજા ગરુડ ઉત્સવ માં ડૂબેલા પોતાના સૈનિકો ને જરુખા પરથી જોઈ રહ્યા હતા. કલ્યાણપુર રાજ્ય ની એક સાહસિક અને મોટી જીત આજે તેમણે મળી હતી. કેટલા મહિનાઓ ના સંઘર્ષ અને યુદ્ધ ની ગમાં ગમી પછી આજે જીત નો સ્વાદ અને આં કિલ્લો રાજા ને મળ્યો હતો. જે ના પર કબ્જો રાજા નું એક માત્ર સપનું રહ્યું હતું. પરંતુ ગામ અને પ્રજા માં કોઈ હર્ષ ન હતો . લોકો તો જાણે ઘણા સમય પછી ની શાંતિ માં કઈ ખોવાય ગયા હતા. સૈનિકો માં જીત નો માહોલ અલગ જ હતો. બધા નશામાં ધૂત બની જૂમી રહ્યા હતા