અપરાધ. - 9 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

(26)
  • 4k
  • 1.6k

અપરાધ-9(આગળના ભાગમાં જોયું કે સંજનાએ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા એક નોકરીની તપાસમાં અનંત પાસે મદદ માંગી હતી જ્યારે બીજી બાજુ અનંત ઇન્સ્પેક્ટરને બનેલી ઘટના વિશે જાણકારી આપતો હતો.)હવે આગળ...કોલેજમાં લેક્ચર પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ બધા મિત્રો બ્રેકમાં કોલેજની કેન્ટીનમાં બેઠા હતા. સંજના થોડી વધારે જ શાંત હતી. એક બાજુ સ્ટડીની ચિંતા બીજી બાજુ પરિવારની જવાબદારી પણ તેના પર જ હતી. “યાર કઈ ઓર્ડર કરશો કે આમ જ બ્રેક પુરી કરવાની છે." સંદીપે બધાના ચહેરા સામે જોઈને કહ્યું.“હા અને જાણે તને ખબર જ નથી કે શું ઓર્ડર કરવાનું છે."નિખિલે પ્રત્યુતર આપતાં કહ્યું.શીતલે કહ્યું,“અમે ચારેય કોફી જ..." ત્યાં તેને વચ્ચે અટકાવી સંદીપે