લાવારિસ

(16)
  • 3.9k
  • 1
  • 834

લાવારિસરાકેશ ઠક્કર અમિતાભ બચ્ચનની 'લાવારિસ'(૧૯૮૧) ને માત્ર તેના 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...' ગીતને કારણે જ વધારે યાદ કરવામાં આવતી રહી છે. પરંતુ એ ગીતને કારણે અમિતાભને વર્ષો સુધી લોકોની ટીકા સાંભળવી પડી હતી. નિર્માતા- નિર્દેશક પ્રકાશ મહેરાએ પોતાના જીવનના કેટલાક પ્રસંગો પરથી લેખક દિનદયાલ શર્મા પાસે ફિલ્મની વાર્તા તૈયાર કરાવી હતી. પરંતુ વાર્તા કરતાં 'મેરે અંગને મેં...' ગીતને કારણે જ ફિલ્મ કાયમ ચર્ચામાં રહી. આ ગીત અમિતાભ નાનો હતો ત્યારથી જ ગાતો હતો. તેને એ એટલું પસંદ હતું કે ઘરના આનંદ-ઉત્સવના પ્રસંગોમાં જ નહીં ફિલ્મી હસ્તીઓ સાથેની ગપ્પા-ગોષ્ઠી વખતે પણ ગણગણતો રહેતો હતો.