આરોહ અવરોહ - 46

(117)
  • 5.4k
  • 3
  • 3.5k

પ્રકરણ - ૪૬ કર્તવ્ય રોજ કરતાં આજે વહેલા ઉઠી ગયો. એ આજે કામ કરવાનું બધું શિડ્યુલ બનાવવા લાગ્યો. એક સપનું સાકાર કરવાની ધૂન લાગી. એનાં સામે એક ચહેરો તરવરી રહ્યો છે એ મનોમન બોલ્યો કે હવે તો તમારાં લોકોની મુક્તિની જ મારો ધ્યેય! સામાન્ય રીતે લગભગ એ નવ વાગે ઓફિસ પહોચે એની જગ્યાએ ફટાફટ એ સાત વાગ્યે તો તૈયાર પણ થઈ ગયો. સાત વાગે તો પોતાની બેગ લઈને નીચે આવ્યો ત્યાં શિલ્પાબેન એને જોઈને બોલ્યાં, " ફટાફટ નાસ્તો પતાવીને નીકળ. મને હતું જ કે તારી આજની સવાર વહેલાં પડશે." "મમ્મી તને કેવી રીતે ખબર?" "તારી મા છું... દીકરાનાં મનને એટલું