આરોહ અવરોહ - 44

(103)
  • 5.8k
  • 2
  • 3.5k

પ્રકરણ - ૪૪ " હમમમ... સારું થઈ ગયું છે એટલે બસ...મને શાંતિ થઈ. તમે લોકો અહીં કેવી રીતે? શકીરા હાઉસ તો બદલાઈ ગયું છે ને? " એ યુવાન બોલ્યો. આધ્યાને જાણે આજે કોઈ પોતીકું મળી ગયું હોય એટલી મનોમન ખુશી વર્તાઈ રહી છે. વર્ષો બાદ એનાં કોઈ દિલોજાન વ્યક્તિને મળતી હોય એમ એનાં ધબકારા જાણે અનેકગણી ઝડપે ચાલી રહ્યાં છે. એ અવઢવમાં પડી ગઈ કે વાતની શરુંઆત કેવી રીતે કરવી? એ બોલી, " મલ્હાર હું હજી પણ માની નથી શકતી કે તમને હું સાચે જ મળી શકી છું." મલ્હાર બોલ્યો, " પ્લીઝ અહીં શાંતિથી બેસો. જરાય ચિંતા ન કરો" આધ્યા