(નાટકમાં માનસને લોહીની ઊલટી થાય છે. ડૉક્ટર તેને લ્યુકેમિયા થયું છે એવું કહીને સ્ટ્રોંગ બનવાનું કહે છે. હવે આગળ..) 【પાંચમો સીન】[સ્ટેજ પર ઘર જેવો લુક](એક બાજુ બેડ પર માનસ સૂતો હોય છે. નમન નમ્યા આવે છે અને તેને જોઈને તેઓ ઉદાસ બની જાય છે, એટલામાં દાદા, દાદી આવે છે.)દાદા: "જો તને કહ્યું ને કે માનસ તો કહે પણ તે તેને ખવડાવીશ નહીં. ડૉક્ટરે ના પાડી છે."દાદી: "મારો દીકરો માંગેને હું ના આપું કેવી રીતે બને. આમ પણ તેની પાસે કેટલો સમય છે?"(દાદી રોવા લાગે છે.)દાદા: "જો તું પાછી જીદ પકડીને બેઠી, સમજ તું.