લવ ફોરએવર....

  • 2.1k
  • 526

શિવાયને અવાર-નવાર એકનું એક જ સ્વપ્ન આવી રહ્યું હતું, " કીશુ બચાવ...કીશુ બચાવ... " અને તે પરસેવે રેબઝેબ થઈ જતો હતો અને ઝબકીને જાગી જતો હતો.જાગ્યા પછી તેને શું સ્વપ્ન આવ્યું..? તેમાં શું દેખાતું હતું..? કોણ દેખાતું હતું..? તેને ઓળખવાની તે ખૂબ કોશિશ કરી રહ્યો હતો પણ તેને કંઈજ યાદ આવતું ન હતું. બસ, બધું ધુંધળુ ધુંધળુ દેખાતું હતું. આ વાતની જાણ તેણે અવારનવાર તેની મમ્મીને પણ કરી હતી પરંતુ મમ્મી તેને કહેતી હતી કે તું કોઈ વાતથી ડરી ગયો હોઈશ માટે તને આવું સ્વપ્ન આવે છે. થોડો સમય પસાર થઈ જશે પછી નહિ આવે અને પછી તે આ વાતને