(યશ્વીએ લખેલું નાટક 'કેન્સર એટલે કેન્સલ?' થિયેટરમાં ભજવાય છે. એમાં નમન, નમ્યા, દાદા, દાદી અને માનસના સંવાદો અને માનસના નખરાં બતાવ્યા. સ્કુલમાં માનસને લોહીની ઊલટી થાય છે, તે જોયું. હવે આગળ....) 【ચોથો સીન】[સ્ટેજ પર હોસ્પિટલ જેવો લુક, તેમાં એક બાજુ બેડ અને એક બાજુ ખુરશી-ટેબલ અને તેની સામે બીજી ખુરશી](નમ્યા માનસને લઈને આવે છે.)નમ્યા: "ડૉકટર... ડૉક્ટર, માનસને કંઈ તકલીફ થઈ લાગે છે?"ડૉક્ટરે: "શું થયું માનસને? પહેલાં તેને બેડ પર સુવાડી દો."(કહીને બેડ બતાવે છે, નમ્યા ત્યાં તેને સૂવાડે છે.)ડૉકટર: "હવે બોલો...."(ત્યાં સુધીમાં નમન આવી જાય છે.)નમન: "નમ્યા માનસને શું થયું?"નમ્યા: "સ્કુલમાં માનસને રમતાં