('કેન્સર એટલે કેન્સલ' નાટક સ્ટેજ પર ચાલી રહ્યું છે. માનસ દરેક સભ્યોને હેરાન કર્યા કરે છે. આમને આમ તમે સ્કુલે જવા તૈયાર થાય છે. હવે આગળ...)' 【ત્રીજો સીન】[સ્ટેજ પર સ્કુલ જેવો લુક તેમાં એક બાજુ ટેબલ-ખુરશી અને બીજી બાજુ બેંચીસ](એક ટીચર ખુરશી પર બેઠેલા છે અને એક ટીચર ઊભા છે. જયારે બેંચીસ પર સ્ટુડન્ટસ બેઠેલા છે.)ટીચર: "જવાબ આપો કે ફાધર ઓફ ઈન્ડિયા એટલે કે રાષ્ટ્રપિતા કોણ છે?"માનસ: "ફાધર ઓફ ઈન્ડિયા મહાત્મા ગાંધીજી છે."ટીચર: "ઓકે, તેમના વિશે ડીટેઈલમાં માહિતી આપો."માનસ: "મહાત્મા ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા છે. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું.