૧૦ વર્ષનો રાઘવ, તેના પિતા સાથે શાળાએ જતાં પહેલાં દરરોજ દેવાલય દર્શન કરવા જાય છે. અને ત્યાં આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોની થોડી વાર સેવા પણ કરે છે. આ રાઘવ અને તેના પિતા કમલેશ નો નિત્યક્રમ છે. મંદિરની બાજુમાં ખૂબ જ રળિયામણો બગીચો છે. જ્યાં સવારના ભાગમાં બાળકો, વૃધ્ધો તથા યુવાનો અને યુવતીઓ પણ ત્યાં કશરત કરવા આવતા હોય છે. મંદિરના જ આશ્રમમાં વૃધ્ધાશ્રમ પણ છે, તેથી વૃદ્ધાશ્રમનો પરિવાર પોતાના મનની વ્યથાને સ્લથોડા સમય માટે ભૂલી, તાજગીભરી હવા માણવા માટે થોડો સમય ટહેલવા માટે આવતા હોય છે. વૃદ્ધાશ્રમની એક વૃદ્ધ દંપતિ પણ ત્યાં દરજોજ પોતાનું મન હલકું કરવા તથા તાજગીભરી હવા