લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-6 કોલેજનું બીજું વર્ષ….. “તારાં બાઇકને શું થયું...!?” કાર ડ્રાઈવ કરી રહેલાં આરવને લાવણ્યાએ પૂછ્યું. “સર્વિસમાં આપ્યું છે....!” એક નજર લાવણ્યા સામે જોઈ કાર ડ્રાઈવ કરતાં-કરતાં આરવે કહ્યું. “તારી કારને પણ સર્વિસની જરૂર લાગે છે....!” લાવણ્યા ટોંન્ટ મારતી હોય એમ પોતાનું હસવું દબાવીને બોલી. “અમ્મ....કેમ...!?” “આટલી સ્લો ચાલે છે એટ્લે...!” લાવણ્યાએ એજરીતે કહ્યું. “અ.....વરસાદ પડે છે એટ્લે....!” આરવે થોથવાતી જીભે બહાનું બનાવતાં કહ્યું. “કાર છે.....! બાઇક નઈ કે ફાસ ચલાવીશ તો લપસી પડાશે....!” આરવને ચિડાવતી હોય એમ લાવણ્યા બોલી. “પ...પણ ટ્રાફિક પણ બવ છેને.....!” આરવે ફરીવાર દલીલ કરી. “હમ્મ...! એતો છે....!” આગળ કાંચમાંથી બહાર જોતાં-જોતાં લાવણ્યાએ માથું હલાવ્યું.