અનંત સફરનાં સાથી - 17

(28)
  • 3.5k
  • 2
  • 1.7k

૧૭.અદભૂત મિલન કોમ્પિટિશન પૂરું થતાં જ રાહી જેવી રાધિકા પાસે ગઈ. રાધિકા તો તેને ગળે જ વળગી ગઈ. દામિનીબેન અને રાજુભાઈનાં આશીર્વાદ લીધાં પછી રાહી તન્વીને ગળે મળી. "કોન્ગ્રેચ્યુલેશન, આખરે તમે જીતી જ ગયાં." શ્યામ અને શુભમે રાહીને અભિનંદન પાઠવ્યા. રાહી બધાંને મળીને શિવાંશ સામે જોવાં લાગી. પણ એ કંઈ નાં બોલ્યો. અખિલેશ ચતુર્વેદીએ જે કર્યું. એ વાત જાણ્યાં વગર તેને ચેન પડવાનું ન હતું. તેણે કંઈ જાણ્યાં વગર જ રાહીનો સાથ તો આપ્યો હતો. પણ એ હકીકતથી હજુયે અજાણ હતો. કોમ્પિટિશન પૂરું થતાં જ બધાં લોકો જવાં લાગ્યાં. રાહી પણ પોતાની મોડેલ્સનો આભાર વ્યક્ત કરીને કપડાં ચેન્જ કરીને આવી ગઈ.