રોહન પોતાની જાનની પરવા કર્યા વગર ખીણમાં કૂદી પડે છે.પેલી છોકરી પર્વતનાં ટૂકડા પર લટકી રહે છે.જ્યારે રોહન તે છોકરીને તેનો હાથ પકડવાનો કહે છે ત્યારે પેલી છોકરી તેનો હાથ પકડતી નથી. કારણ કે તે છોકરીને અંદરથી ભય હતો કે જો મેં તેનો હાથ પકડ્યો અને ભૂલમાંથી મારો હાથ છટકી ગયો તો........ મારું મૃત્યું થઈ જશે. રોહન તે છોકરીને ત્રણ,ચાર વખત હાથ લંબાવીને તેને પકડવાની કોશિશ કરે છે પણ તેનો હાથ પહોંચી શક્યો નહિ.છેવટે પેલી છોકરીએ રોહનનો હાથ પકડ્યો. રોહને દુપટ્ટાને થોડોક ખેંચ્યો.રોહનના મિત્રોને ખબર પડી ગઈ કે રોહને પેલી છોકરીને પકડી લીધી