સુંદરી - પ્રકરણ ૯૩

(137)
  • 5.6k
  • 4
  • 2.7k

ત્રાણુ “આવી ગયાં...” ઘરના દરવાજે રાહ જોઈ રહેલી ઈશાની દોડીને અંદર આવી કારણકે તેણે સુંદરી અને પ્રિન્સીપાલને પોતાના ઘર તરફ ચાલી આવતી એક કેબમાં બેસેલાં જોયાં. ઈશાનીએ આપેલા સમાચાર સાંભળીને વરુણ ઘરના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો જ્યારે હર્ષદભાઈ અને રાગીણીબેન પોતપોતાની જગ્યાએ જ બેઠા રહ્યા. ઈશાની વરુણની પાછળ જ મુખ્ય દરવાજા તરફ પાછી ચાલવા લાગી. કેબ વરુણના ઘર પાસે જ ઉભી રહી એટલે વરુણ ઝાંપો ખોલીને બહાર નીકળ્યો. પ્રિન્સીપાલ પાછળ બેઠાં હતાં એટલે તેણે આગળ વધીને કારનો દરવાજો ખોલ્યો, જ્યારે સુંદરી હજી પણ કેબમાં બેસીને ડ્રાઈવરને પેમેન્ટ કરી રહી હતી. “વેલકમ સર.” દરવાજો ખોલતાની સાથેજ વરુણે પ્રિન્સીપાલને કહ્યું.