જિંદગીની સફર

  • 3.4k
  • 882

પહાડો વચ્ચે, વૃક્ષોથી શોભતું પ્રાકૃતિક સ્થળ. ત્યાં રસ્તાની બાજુએ એક નાના ધાબા સામે આવીને એક કાર ઊભી રહી. એમાંથી 3 છોકરીઓ જે આશરે 19 કે 20 વર્ષની હશે અને એક શૂટ - બુટમાં સજ્જ બિઝનેસમેન જેવો પુરુષ અને સિલ્કની ઘાટા ગુલાબી અને કાળા રંગની સાડીમાં સજ્જ એક સ્ત્રી ઉતર્યાં. ત્રણેય છોકરીઓ ખુબ જ ખુશ નજરે પડતી હતી પણ એ સ્ત્રી અને પુરુષના ચહેરા પર અણગમો વર્તાતો હતો. જાણે બંને એકબીજા સાથે અનુકૂળ નહોતાં. જેવાં એ લોકો ધાબાની થોડાં નજીક પહોંચ્યા કે, તરત રેડિયોમાં વાગી રહેલાં ગીતના શબ્દો એમનાં કાને પડ્યાં. જિંદગી કે સફર મેં ...... ગુજર જાતે હેં