(યશ્વીએ બીજા બે નાટક લખ્યા. એક દિવસે પરી સ્કુલ પ્રોજેક્ટમાં ની તૈયારી કરતાં તેણે બ્લડકેન્સર વિશે જાણ્યું અને એનાથી આખા ઘરમાં બધાનું દર્દ તાજું થાય છે. દેવમ અને જનકભાઈના કહેવાથી યશ્વી તેના દિકરાને આપેલું પ્રોમિસ પૂરું કરવા તૈયાર થાય છે. હવે આગળ..) યશ્વીએ પણ મનથી કાઢી થઈ એ દર્દ સાથે આગળ વધવા માટે પોતાના મનને તૈયાર કર્યું. તેણે નાટક માટે જરૂરી માહિતી ભેગી કરવા માટે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. કેન્સરના દર્દી જે હયાત હોય તેવા અને હયાત ના હોય તેવા લોકોના ઘરના સભ્યોને મળીને તેમની પડતી તકલીફો, તેમની વેઠવી પડતી વેદના વિશે જાણી. યશ્વીએ નાટકને મઠારવુ નું ચાલુ કર્યું. યશ્વીના