બાણુ “હા, કાલે તો શું હમણાં એકાદ-બે વિક પણ આ રીતે મળવું પોસિબલ નથી.” સુંદરીને હજી વરુણની પહેલી ના ની કળ વળી પણ ન હતી કે વરુણે તેને બીજો આઘાત આપ્યો. “પણ મેં કેટલા વિશ્વાસથી પ્રિન્સીપાલ સરને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો જ. મારા આખા પ્લાન પર તમે પાણી ફેરવી દીધું વરુણ. આ પ્લાન પર કેટલું બધું આધાર રાખતું હતું તેની તમને ખબર નથી. તમે મને પ્રોમિસ આપ્યું હતું એના પર તો આ બધું નક્કી કરી દીધું હતું. હવે હું પ્રિન્સીપાલ સરને શું કહીશ?” સુંદરીના સૂરમાં ભારોભાર હતાશા સંભળાઈ રહી હતી. “એક મિનીટ, એક મિનીટ, એક મિનીટ.