યે દિન ભી બીત જાયેંગે... રાતના અગિયાર વાગી ગયા છે. મોરબી કોવીડ હોસ્પિટલના પેહલા માળે જનરલ વોર્ડમાં ડોક્ટર જાનકી દરેક દર્દીના પલંગ પાસે જઈને એમનું ઓક્સીજન લેવલ તપાસે છે. એમની તબિયત અને તકલીફ વિષે પૂછે છે. બહુ પ્રેમથી દરેક દર્દીની નાનામાં નાની વાત સાંભળે છે. એમના ખાન પાન વિષે પૂછે છે. દરેક દર્દીને આરામ કરવા અને ધીરજ રાખવા સમજાવે છે. બધા દર્દીઓ ને મળીને પોતાના ટેબલ પાસે આવી ત્યારે રાતના બાર વાગવા આવ્યા હતા. થોડી વાર ટેબલ પર માથું રાખીને સુવાની કોશિશ કરે છે. માંડ માંડ થોડી આંખ લાગી હશે ત્યાં એને કોઈના રડવાનો ધીમો ધીમો અવાજ સંભળાયો. એણે જાગીને