૧૨.બદલતાં અહેસાસ અસ્સી ઘાટની આરતીમાથી આવીને બધાં સૂઈ ગયાં. રાહી અને શિવાંશ બંને પોતાનાં દિલનાં બદલતાં અહેસાસ સાથે લડી રહ્યાં હતાં. એ બંને એકબીજા માટે નથી બન્યાં. એવું ખુદને અને પોતાની અંદર રહેલાં નાજુક દિલને સમજાવવાની કોશિશ કરી રહ્યાં હતાં. જ્યાં બીજી તરફ રાધિકા તો બંનેને નજીક આવતાં જોઈને ખુશ હતી. પણ રાહી શિવને ભૂલી ન હતી. એ તેને ભૂલવા માંગતી પણ ન હતી. રાહી અને શિવાંશ અસ્સી ઘાટ પરથી આવ્યાં પછી પોતાનાં કામમાં વ્યસ્ત રહેવા લાગ્યાં. બંને જેમ બને તેમ એકબીજાની સામે આવવાનું ટાળતાં. મહાશિવરાત્રીની આગલી રાતે બધાં મોડાં સુધી જાગતાં હતાં. બધી તૈયારીઓ કરીને દામિનીબેન અને રાજુભાઈ પોતાનાં