અંતહિન સફર..

(11)
  • 3.9k
  • 1.1k

પાવનને આજે ચૌદ વર્ષ પૂરા થઈ પંદરમુ વર્ષ બેઠું હતું. જેમ તે મોટો થતો જતો હતો તેમ તેની જીજ્ઞાસા વૃત્તિમાં પણ વધારો થતો જતો હતો. તેની ઉંમર કરતાં તેનામાં વધુ જ્ઞાન હતું.અને આ જ્ઞાનને કારણે તે નાની ઉંમરમાં પણ વધારે વિચારતો હતો. પાવન નાનો હતો ત્યારથી જ તેને ઘણાં બધાં પ્રશ્નો સતાવતા હતા અને આ બધાં જ પ્રશ્નો તે તેની મમ્મીને પૂછ્યા કરતો હતો. પરંતુ અમૂક પ્રશ્ન એવા હતા કે જેનો જવાબ તેની મમ્મી પાસે પણ ન હતો. પાવન: આપણે કોણ છીએ..?? ક્યાંથી આવ્યા છીએ..?? ક્યાં જવાના છીએ..?? મૃત્યુ પછી આપણે ક્યાં જતા હોઈશું..?? ભગવાન છે..?? ક્યાં છે..?? અને છે